Starting MS Word & Introduction to Ms Word

Ms Word શરુ કરવા નીચે મુજબના સ્ટેપ follow કરો.

સ્ટેપ ૧ : સ્ટાર્ટ બટન પર ક્લિક કરો.



સ્ટેપ ૨ : All Program બટન પર ક્લિક કરો.

સ્ટેપ ૩ : સબમેનુ માંથી માઈક્રોસોફ્ટ ઓફીસ સર્ચ કરો.


સ્ટેપ ૫ : સબ મેનુ માંથી માઈક્રોસોફ્ટ વર્ડ સર્ચ કરી તેના પર ક્લિક કરો.

ઉપર મુજબ માઈક્રોસોફ્ટ ઓફીસ બટન પર ક્લિક કરતા માઈક્રોસોફ્ટ ઓફીસ વર્ડ ખુલશે.જેમાં નીચે મુજબ વિન્ડો જોવા મળશે.


Title Bar : વિન્ડોમાં સૂચી ઉપરના બારને ટાઈટલ બાર કહેવામાં આવે છે. તેમાં ફાઈલનું ડીફોલ્ટ નામ, પ્રોગ્રામનું નામ અને કંટ્રોલ બટન આવેલ હોય છે.
Quick Access ToolBar : વારંવાર ઉપયોગમાં આવતા બટનો અહી જોવા મળે છે. જેમ કે Save, Undo, Redo, Print. Quick Access Toobar માં વધારાના બટનો ઉમેરી શકાય છે.
Ribbon : ડોક્યુમેન્ટ પર કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે જુદા જુદા ટેબમાં અનુરૂપ કમાન્ડો આવેલ હોય છે.
File Tab :  : ડોક્યુમેન્ટ પર કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે આ ટેબનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે File,Open,Save, Print વગેરે.
Tabs : Tabs એ રિબનના ઉપરના ભાગમાં જોવા મળે છે. જેમાં અલગ અલગ કાર્યને અનુરૂપ કમાંડ આવેલ હોય છે.
Group Name : જોવા મળતા ટેબ પર અનુરૂપ કમાંડના ગ્રુપનું નામ દર્શાવે છે.
Dialog Box Laucher : રીબન પર ગ્રુપના નામની જમણી બાજુ જોવા મળતા નાના આઇકન પર ક્લિક કરી ડાયલોગબોક્ષ ડિસ્પ્લે કરી શકાય છે.
Insertion Point (Cursor) : બ્લીન્ક થતી ઉભી લાઈનને કર્સર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારથી લખાણ લખવાની કે ગ્રાફિક ઉમેરવાની શરૂવાત થાય છે.
Word Document Window : કરન્ટ (એક્ટીવ) ડોક્યુમેન્ટ દર્શાવે છે.
Status Bar : ડોક્યુમેન્ટ વિન્ડોની નીચે સૌથી છેલ્લે સ્ટેટસ બાર આવેલ હોય છે. જેમાં કરન્ટ પેઈજ નંબર, લાઈન નંબર,વર્ડ કાઉન્ટ તેમજ જમણી બાજુ વિન્ડોના દેખાવ માટેના બટન જોવા મળે છે.

Comments

Post a Comment